સંસ્કૃતિયાત્રા – ૨

મધર ટેરેસાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ભારતિય રેલ્વે  દ્વારા મધર ટેરેસાની જીવન ઝરમરને લોકો સુધી પહોંચાડવા વિશેષ પ્રદર્શન ટ્રેન શરૂ મૂકી. મધર એક્સપ્રેસ નામે ઓળખાતી આ ટ્રેન તા. ૧/૨ ડિસેમ્બર,૨૦૧૦ દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર આવી ચઢી.આ પ્રદર્શનને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય નગરજનો દ્વારા માણવામાં આવ્યું.

તારીખ ૨જી ડિસેમ્બરનાં રોજ મેં પણ આ પ્રદર્શન જોવાની તક ઝડપી લીધી અને આ “મધર” નાં સાગર સમાન સમાજસેવાનાં કર્મો ગાગરમાં ભરવાનો સમાવેશ કર્યો.

નીચેની વિડીયો લિંકમાં આપ મેં લીધેલા ફોટોગ્રાફ્સનાં કેટલાક અંશો જોઈ શકશો અને બેકગ્રાઉન્ડમાં મધર ટેરેસાની સુંદર રચના – “Do it Anyway”, મારા અવાજમાં સાંભળી શકશો.

 

મધર ટેરેસા (જન્મ: ઑગસ્ટ ૨૬, ૧૯૧૦ મૃત્યુ:સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વધરાવતાં એક આલ્બેનિયનમન કેથલિક નન હતાં.1950માં તેમણે ભારત ના કોલકતામાં ઠેકઠેકાણે ચેરીટી મિશનરીઝની સ્થાપ્ના કરી. સતત  45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરીઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.

1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના બેલી/વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં અને તેમના જીવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ  તથા માલ્કોમ મૃગગ્રેરીજ  કૃત પુસ્તક- સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ , પણ લખાઈ ચૂકયું હતું. 1979માં તેમને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે 1980માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન, ભારતરત્ન, દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. મધર ટેરેસાની ચૅરિટિ મિશનરિઝ વિસ્તરતી રહી. તેમનાં મૃત્યુ સમયે 123 દેશોમાં આવાં 610 મિશન ચાલતાં હતાં, જેમાં એચઆઈવી/એડ્સ (HIV/AIDS), રકતપિત્ત અને ક્ષયના રોગીઓ માટે રુગ્ણાલય અને ઘર, અસહાયો-ગરીબો માટેનું રસોડું, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અનાથાલયો અને શાળાઓનો સમાવેશ થતો હતો.
અનેક વ્યક્તિઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રશંસા કરી હતી; અલબત્ત તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમનું ગર્ભપાત વિરોધી તીવ્ર વલણ, ગરીબાઈમાં આધ્યાત્મિક સારાપણું રહેલું છે તેવી માન્યતા અને મરણમથારી હોય તેવા લોકોના ધર્મરૂપાંતરણ કરાવતાં હોવાનો આક્ષેપ સહિત તેમનાં વટલાવ-કેન્દ્રી કાર્યો સામે ક્રિસ્ટોફર હિચેન્સ, મિશેલ પારેન્ટી, અરૂપ ચેર્ટજી, વિશ્વ હિન્દુ પરિષદ જેવાં વિવિધ વ્યકિતઓ અને સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનાં રુગ્ણાલયોમાં રાખવામાં આવતી તબીબી કાળજીનાં ધોરણો અંગે કેટલીક મેડિકલ જર્નલોમાં વાંધો ઉઠાવાયો હતો તેમ જ દાનમાં અપાયેલાં નાણાંનો ઉપયોગ અપારદર્શક રીતે થતો હોવાની બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.

પરંતુ મધર ટેરેસા વિરોધનાં વંટોળ વચ્ચે પણ પોતાની નિ:સ્વાર્થ સેવા ચાલુ જ રાખી.ટેરેસા તો જાણે તેમનાં જ નીચેના શબ્દોનું , જીવનપર્યંત અનુસરણ કર્યું.

 

DO  IT ANYWAY

People are unreasonable, illogical, and self-centered.
Love them anyway.

If you are kind, people may accuse you of selfish ulterior motives.
Be kind anyway.

If you are successful, you will win some false friends and true enemies.
Succeed anyway.

The good you do today will be forgotten tomorrow.
Be good anyway.

Honesty and frankness will make you vulnerable.
Be honest and frank anyway.

What you spend years building may be destroyed overnight.
Build anyway.

People need help but will attack you if you help them.
Help them anyway.

In the final analysis, it is between you and God.
It was never between you and them anyway.

તેમનાં મૃત્યુ બાદ, પોપ જહોન પોલ II એ તેમને બ્લેસિડ ટેરેસા ઓફ કલકત્તા (કલકત્તાની આશીર્વાદિત ટેરેસા)નું બિરુદ આપ્યું હતું.

“ Indeed, Mother India feels proud on her citizen Mother Teresa. “

Thanks:

http://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%A7%E0%AA%B0_%E0%AA%9F%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE

Advertisement

સંસ્કૃતિયાત્રા-૧

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે વેસ્ટર્ન રેલવે દ્વારા સંસ્કૃતિ એક્સપ્રેસનામની વિશેષ ટ્રેનમાં હરતું ફરતું મ્યુઝિયમ નિહાળવાનો આજે આણંદ રેલ્વે સ્ટેશન ખાતે મોકો મળ્યો.

પાંચ એસી કોચમાં તૈયાર કરાયેલા આ પ્રદર્શનમાં રવિન્દ્રનાથ ટાગોરની જીવનયાત્રા સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. પ્રથમ કોચ ‘જીવન સ્મૃતિ’નો (ફોટોગ્રાફનું પ્રદર્શન), બીજો કોચ ‘ગીતાંજલિ’નો (તેમનાં જાણીતાં પુસ્તકો અને કવિતાસંગ્રહોનું પ્રદર્શન), ત્રીજો કોચ ‘મુક્તધારા’ (ટાગોર-સાહિત્ય પ્રદર્શન), ચોથા કોચમાં ટાગોરના ચિત્રો અને પાંચમો કોચ ‘શેષ કથા’નો છે જેમાં કલાત્મક વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ.

કવિવર ને અંજલિ આપવાનો સુંદર પ્રયાસ – પણ આ ભવ્ય સંસ્કૃતિનું જતન  અને વિકાસ તો આપણા જ હાથમાં !!

 

 

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 May 1861 રોજ થયો હતો. તેઓ ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે.

રવિન્દ્રનાથ ને કોઈ એક “લેબલ” થી યાદ કરી શકાય એમ નથી.

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ,બિઝનેસ-મેનેજર,ચિત્રકાર,સંગીતકાર, કંપોઝર,પ્રકૃતિપ્રેમી,નાટ્યલેખક,નિબંધકાર,સ્વતંત્રતા હિમાયતી અને આધુનિકતાવાદી હતા અને આ બધાજ રોલમાં તેંઓએ સર્વોતમ પ્રદાન કર્યું છે.ઈશ્વરદત્ત એક જીવનમાં આ માણસ અનેક જિંદગીઓ જીવી ગયો !

 

તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો (“સુર્ય સિંહ”)ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877માં લખ્યા. પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજનો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

તેમની એક સુંદર રચના :

 

 

 

Bengali

যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে।
একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে॥

যদি কেউ কথা না কয়, ওরে ওরে ও অভাগা,
যদি সবাই থাকে মুখ ফিরায়ে সবাই করে ভয়—
তবে পরান খুলে
ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে॥

যদি সবাই ফিরে যায়, ওরে ওরে ও অভাগা,
যদি গহন পথে যাবার কালে কেউ ফিরে না চায়—
তবে পথের কাঁটা
ও তুই রক্তমাখা চরণতলে একলা দলো রে॥

যদি আলো না ধরে, ওরে ওরে ও অভাগা,
যদি ঝড়-বাদলে আঁধার রাতে দুয়ার দেয় ঘরে—
তবে বজ্রানলে

English Translation

If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou unlucky one,
open thy mind and speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness,
O thou unlucky one,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm,
O thou unlucky one,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

 

Hindi Translation

तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे -2

फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

ओ तू चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे -2

फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

यदि कोई भी ना बोले ओरे ओ रे ओ अबाघे कोई भी ना बोले

यदि सभी मुख मोड़ रहे सब डरा करे -2

तब डरे बिना ओ तू मुक्तकंट अपनी बात बोल अकेला रे

ओ तू मुक्तकंट अपनी बात बोल अकेला रे

तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे-2

यदि लौट सब चले ओरे ओ रे ओ अबाघे लौट सब चले

यदि रात गहरी चलती कोई गौर ना करे -2

तब पथ के कांटे ओ तू लहू लोहित चरण तल अकेला रे

तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे -2

 

यदि दिया ना जले ओरे ओ रे ओ अबाघे दिया ना जले

यदि बदरी आंधी रात में द्वार बंद सब करे -2

तब वज्र शिखा से तू ह्रदय पंजर चला और चल अकेला रे

ओ तू हृदय पंजर चला और चल अकेला रे

 

तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे -2

फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

ओ तू चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे

 

Gujarati Translation

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

– રવિન્દ્રનાથ ટાગોર

( અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )

 

 

 

Thanks :

1)    http://webmehfil.com/blog/2009/05/07/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0/

2)    http://tahuko.com/?p=5156

3)    http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5_%E0%AA%9F%E0%AA%BE%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0

4)    http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re

 

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate