ગિરિ તળેટી એ અરુણ પ્રભાતે,
“પ્રસન્ન” વદને શું-શું સ્મરું?
તેજ પુંજ “ભાસ્કર” ની દિવ્યતા,
ને પછી ગિરનાર ની ભવ્યતા.
ભોળાનાથ ભવનાથ ને ભજું,
ને પછી માત અંબા ને નમું.
માદરે વતન કુંડ દામો,શિલાલેખ,ને ઉપરકોટ ભમું.
ને પછી નાગર નરસિંહ ના અખિલ બ્રહ્માંડ નું એક “શ્રી હરી” લખું.
અંતે તો હેમ નું હેમ હોય,તેમ જ ગ્રંથ ગરબડ વગર-
“સ્વ”-લખું,-“સ્વજન”-લખું,-“વાત્સલ્ય” લખું.
~ જગત નિરુપમ
Recent Comments