ગોરી રાધા ને કાળો કાન
થનગનતો આ મોરલો ને એની પરદેશી છે ઢેલ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે
જગની રીતનું શું કામ (2)
રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે
આંખુ માંડીને જૂએ ગામ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
કાનુડાની રાધા ગોરી, રાધાજી નો કાનુડો
કેવી આ હંસલાની જોડ રે
નવરંગી રાતોમાં, રૂમેઝૂમે બેલડી રે
કામણગારા એના કોડ રે (2)
રાધા નું મનડું નાચે, તનડું નાચે
કાનુડાની મોરલી જોને ભૂલાવે સૌનું ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
~નિરેન ભટ્ટ
Recent Comments