આજે ધૂળેટી છે…
હું રમતો નથી..
બેઠો હતો..બારી પાસે..
એક સફેદ કબૂતર આવ્યુ..
મને થયું કે લાવને એક પીછું રંગીને એના શરીરમાં ખોસી દઉં.
થોડુંક રંગીન થઈ જાય..
કબૂતર હસ્યું..
તું ક્યાં રમે છે?
તું પણ તો સફેદ છે..
સોસાયટીમાં બધા રમતા હતા..
ડીજે પર ગીત વાગતું હતું..
મતલબી હો જા જરા મતલબી..
એટલી આસાનીથી મતલબી થવાતું હોય છે ખરું..?
એ કબૂતર મતલબી નહોતું..
એટલે જ કદાચ
સફેદ હતું..
~ કૃષ્ણકાંત ઉનડકટ
ધૂળેટી, 13.03.2017
Recent Comments