મારી આંખો નીચે,
ક્યારેક કરચલી જોઈને
બધાં પૂછે છે..- આ ઉંમરે ?
અને હું હસતાં- હસતાં જવાબ આપું છું..
‘સપના જોવાની કોઈ ઉંમર હોય કે?’
મને ગમે છે.
એ ઉજાગરા.. જે મેં મારી મરજીથી કર્યા છે.
સપના જોવા માટે હું જાગી છું સતત..
અને
રસ્તાઓ ન મળે, ત્યારે રડી પણ છું- ધોધમાર !
એ કરચલીઓ મારી આંખોને,
અનુભવી બનાવે છે.
એ થાકેલી ને સુજેલી આંખો જ
આપણું ભવિષ્ય નક્કી કરે છે.
હા, મને ગમે છે.
મને શરમ નથી આવતી..
એવું કહેવામાં, કે
હું સતત ચાલ્યા કરતી, ઘણું વિચાર્યા કરતી
ને
કેટલીયે વાર પછડાટ ખાતી,
એક સાવ સામન્ય છોકરી છું.
હા,
હું આને જ જિંદગી કહું છું !
~ બ્રિન્દા ઠક્કર
Recent Comments