માણસોની વચ્ચે
ચકલીની વાત
કાગડાને કહેવાય નહી,
કદાચ એ ગામ આખા ને કહી દે.
અને હરણની વાત
શિયાળને કહેવાય નહી
એ સિંહને જઈને પણ ખબર આપી શકે.
આટલી વાત સમજતા
મને વરસો લાગ્યા –
હવે હું કાગડા અને શિયાળની વચ્ચે
બેસું છું ખરો
પણ
બોલતો નથી.
~ વિપિન પરીખ
Feb 03, 2014 @ 21:28:30
આનો અર્થ ખબર ના પડ્યો, સમજાવો 🙂
Feb 04, 2014 @ 21:12:31
અર્થ સમજવાનો નિરર્થક પ્રયાસ ચાલુ જ છે, સાક્ષર ભાઈ 🙂