Happy Birthday PH…


PH Vaishnav

(Wikipedia: P.H.Vaishnav(IAS) – Retired chief secretary of Punjab,Former President of Chandigarh Senior Citizens’ Association & chairman of non-governmental organisations – Youth Technical Training Society (YTTS), Society for Service to Voluntary Agencies (SOSVA) and Aruna Asaf Ali Memorial Trust )

(22/12/1932   –   04/05/2009)

View this document on Scribd

(Click on bottom right icon for full view*)

પ્રસ્તાવના

બુધ્ધિમતા અને સમજણશક્તિ નો અવકાશ અને વિકાસ માનવી ને અન્ય સજીવ સૃષ્ટિ થી અલગ તારવે છે. જ્યાર થી મારામાં બાળસહજ સમજણશક્તિ નો વિકાસ થયો ત્યારથી હું ઈતિહાસ નાં મહાન રાજા-મહારાજાઓ,મહાપુરુષો,વૈજ્ઞાનિકો અને કર્તવ્યનિષ્ઠો વિશે વાંચતો અને સમજતો થયો.આ બધીજ કથાઓ જોકે સત્યઘટનાઓ છતાં,મારા માટે પુસ્તકનાં શબ્દોનું વાંચન અને તે શબ્દો આધારિત તમામ પાત્રોનું કાલ્પનિક ચિત્રણ બની રહ્યાં.પરંતુ મને મારી જીદગી માં એક એવા જ વ્યક્તિત્વ ને નિહાળવાનું અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવાનું સદભાગ્ય મળ્યું. આ વ્યક્તિત્વ મારા સ્મૃતિપટ પર આજીવન એક છાપ છોડી ગયું.

હું વાત કરી રહ્યો છુ, મારા મમ્મી નાં કાકા શ્રી પ્રફુલ્લ ભાઈ વૈશ્ર્નવની. 1956 ની આઈ.એ.એસ. બેચ નાં વિદ્યાર્થી ,પંજાબ રાજયનાં નિવૃત ચિફ સેક્રેટરી,પંજાબ સરકાર માં અનેક ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવનાર ઍક કર્તવ્યનિષ્ઠ અધિકારી,નિવૃત થયા બાદ પણ અનેક એન.જી.ઓ. સાથે પ્રવૃત રહેનાર પ્રફુલ્લકાકા મારી સાથે વાતચીત માં બિલકુલ મિત્ર સહજ !

નાનપણમાં પ્રફુલ્લકાકા મારા મામાને ઘરે આવતા  ત્યારે અમારી મુલાકાત થતી. કાકાની  શૈક્ષણિક કારકિર્દી અને તેમના હોદ્દા વિષે સાંભળ્યા બાદ તેમને મળવામા થોડો સંકોચ થતો. જીવનમા આટલી ઉંચાઈ ઍ પહોચનાર વ્યક્તિ ને ત્રીજા-ચોથા ધોરણ મા ભણતા મારા જેવા વિદ્યાર્થી સાથે વાતો અને ચર્ચા પણ કયા વિષય પર નીકળે? પણ કાકાની બાળસહજ નિખાલસતા મને સ્પર્શી ગઈ અને તેમના આ ગુણે કાકાને મારી નજરો માં ઍક મહાન માનવી બનાવી દીધા. કાકા સાથે ની ચર્ચા માં એક વાર  તેમને “ચારણકન્યા  ચારણકન્યા…”(ઝવેરચંદ મેઘાણી રચિત ) બેનમૂન કૃતી છંદબદ્ધ રીતે ગાતા જોઈ મારી આંખો ચાર થઈ ગઈ.સફળતા ના આ મુકામે પહોચેલી વ્યક્તિ તો  “Through out English Medium” માં જ ભણ્યા હોય એવો મારો “misconception” સદા ને માટે દૂર થઈ ગયો.પછી તો ગુજરાતી વ્યાકરણ ના કોઈ મુદ્દા પર ચર્ચા ચાલે કે પછી ગુજરાતી પદ્યરચના અને પઘકારો અમારી ચર્ચા ના કેન્દ્રમા હોય.ગુજરાતી ગરબા હોય ,ગીતો હોય કે કવિતા,બધુ જ કાકાને મોઢે હોય.”મા પાવા તે ગઢ થી ઉતર્યા ,મહાકાલી રે” તેમની લાક્ષણીક અદા મા ગાતા પ્રફુલ્લ કાકા ના પડઘા મારા મન માં અકબંધ છે અને મને સંભળાયા કરે છે.ગુજરાતી કવિઓ મેઘાણી હોય,સ્નેહરશ્મિ હોય કે પછી અંગ્રેજીનાં સેકસસ્પિયર હોય, કાકા તેમના વિશેની દસ નવી વાતો કહી દે. સાહિત્ય ઉપરાંત History,Geography,Administrative services,Indian Economy ના વિષયો પર પણ તેમની પાસેથી ઘણુ જે શીખવા મળ્યુ…… તેઓ પાસે એટલું વિશાળ વાંચન અને જ્ઞાન હતું કે  “He was like a living encyclopedia”.

શરુઆત માં કાકા સાથે પત્ર દ્વારા અને ત્યાર બાદ આજના આધુનિક યુગ માં ઈ-મેઈલ દ્વારા અવારનવાર તેઓ નું માર્ગદર્શન મળતું. મારા વિદ્યાર્થીકાળ દરમ્યાન,હું જે પણ ડીબેટ કોમ્પીટીશન માં ભાગ લેતો,તેનાં લખાણ કાકાને મોકલું તો  તેમના આશીર્વચનો અચૂક મળતાં.

એક દિલ ની વાત કહેવા માંગુ છું- મેં થોડા દિવસો પહેલાં મનોમન વિચારેલ કે હવે આ BE ના છેલ્લા વર્ષનાં પ્રોજેક્ટ નું કામ પુરું થાય પછી,ચંદીગઢ થોડા દિવસો કાકા સાથે રહી તેમનાં બાળપણ થી માંડીને આજ સુધી ની તેમની જીવનકથા,અનુભવો ની માહિતી મેળવવી અને તેને પુસ્તક સ્વરુપે પ્રકાશિત કરવી. ખેર,કદાચ ઈશ્ર્વરને એ મંજુર નહી હોય.શકય છે કે પ્રસિદ્ધિથી પર રહેનાર આ High Profile વ્યક્તિ ની પણ એજ ઈચ્છા હશે.

Being an introvert person, હું મારી લાગણીઓ સહેલાઈથી વ્યકત કરી શક્તો નથી.મેં જે કંઈ લખ્યું છે,તે માત્ર મારી લાગણીઓ ને શબ્દોમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

ખરેખર તો આવા વિરલ વ્યક્તિત્વને શબ્દો માં નિરુપિત કરવું કઠિન જ નહી, પરંતુ અશક્ય જ છે.ઈશ્ર્વર તેઓનાં આત્મા ને શાંતિ આપે તેવી અભ્યર્થનાં.

                

“    પૂર્ણમદð પૂર્ણમિદં, પૂર્ણાત પૂર્ણ મુદ્ચ્યતે

          પૂર્ણસ્ય,પૂર્ણમાદાય,પૂર્ણ મેવાય શિષ્યતે.”

         “     પૂર્ણ એ છે, પૂર્ણ આ છે,  પૂર્ણ થી તો ઊગ્યું બધુ,

                                           પૂર્ણ માંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પણ પૂર્ણ રહેવાનું સદા.   ”

   શાંતિઃ શાંતિઃ શાંતિઃ

   – જગત  નિરુપમ

 Dt: 05-05-2009

Advertisement

3 Comments (+add yours?)

 1. Praful rana
  Dec 22, 2013 @ 10:45:00

  Simply grand. Praful rana

  Reply

 2. nirupamavashia
  Dec 23, 2013 @ 04:57:24

  Excellent tribute to great & noble person…nirupam….

  Reply

 3. Usha mankad
  Jan 21, 2022 @ 21:23:38

  I am very proud of my brother Prfulbhai vaishnav.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: