જીવન ના પ્રમેયો(Theorems) ને પણ પુરવાર તો કરવા પડે। ,
બધે ક્યાં પૂર્વધારણાઓ(Assumptions) જ આવશ્યક કે પર્યાપ્ત શરતો હોય છે ?
સારાપણાના સરવાળા કરી સમીકરણો(Equations) તો ઉકેલવા પડે,
બધે ક્યાં ‘દ્વિઘાત'(Quadratic)ના બીજ અનિશ્ચિત(Indefinite) જ હોય છે ?
બિંદુ(Point)થી (રેખા)ખંડ(Line segment) ને ખંડથી કિરણ બની વિસ્તરવું પડે,
બધે ક્યાં રેખા સમ ભાગ્ય પણ અપરિમિત(immeasurable) જ હોય છે ?
હોવાપણાની શક્યતાના ક્રમચય ને સંચય(Permutation-combination) પણ રચવા પડે,
બધે ક્યાં ‘શૂન્યતા’ ના જ ભાગફળને અવકાશ હોય છે ?
– જગત નિરુપમ
તા.ક : ગણિતીય વ્યાકરણ થી જીવન પ્રમેય ને સાબિત કરવાનો લઘુ પ્રયાસ.
કદાચ ડા.બા=જ.બા(L.H.S.=R.H.S.) ન થાય તો નિષ્ફળ પ્રયાસ સમજી ક્ષમ્ય ગણવો.
Recent Comments