હે ! ઈશ્વર અલ્લાહ જીસસ …
સાદર વંદન…!!
આજે અત્યંત દુ:ખ,ધ્રુણા અને અફસોસથી સભર લાગણીઓ ની રજૂઆત કરવી છે.
ધર્મગ્રંથો ના અધ્યયન પરથી એવું તારણ મળે છે કે કોઈ દૈવી શક્તિ આ સંસાર નો અવિરત પ્રવાહ ચલાવે છે,
તો બીજી બાજુ આધુનિક વિજ્ઞાન પણ ‘હિગ્ગ્સ બોસોન’ (‘ગોડ પાર્ટીકલ’) ને સમર્થન આપે છે.
તું કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેની પર ચર્ચા જવા દે.
કારણકે તારા સ્વરૂપને આ માનવજાતે already ઈશ્વર-અલ્લાહ-જીસસ એવા ભિન્ન-ભિન્ન ‘લેબલ’ આપી દીધા છે
અને વળી એટલું જ નહી, મારો ઈશ્વર તારા ઈશ્વર કરતા મોટો એવી તદ્દન અપ્રસ્તૂત અને વાહિયાત માનસિકતા કટ્ટર બનતી ચાલી છે.
ક્યારેક એવું થાય કે જો ઈશ્વર અને અલ્લાહ અલગ અલગ હોય, તો કદાચ તમે પણ અંદરોઅંદર ઝગડતા હશો કે હું મારા વિસ્તાર પર તારા કરતા વધુ વરસાદ વરસાવીશ.
આગળ કહ્યું તેમ તારા ‘અસ્તિત્વ સ્વરૂપ’ પર ચર્ચા જવા જ દઈએ કારણકે મને તે બિલકુલ પ્રેક્ટીકલ નથી લાગતી.
આપણે સીધા મુદ્દા પર આવીએ. આમ તો આ પૃથ્વી પર જીવવા લાયક વાતાવરણ અને અનુકુળ પરિબળો ના ફળ સ્વરૂપ અહી સજીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી.
એમાં પણ કાળક્રમે તે સમગ્ર જીવસૃષ્ટિના શ્રેષ્ઠતમ બુદ્ધિવંત ‘માનવ’ નું નિર્માણ કર્યું.
હું માનું છું કે તારા આ વિચારવંત સર્જન પાછળ નો આશય આ સૃષ્ટિ ને સંવાદિતતા બક્ષવાનો જ હશે.પણ ક્યારેક એવું લાગે છે કે “તારો બનાવેલો માનવી, તને બનાવે છે !!”
તને ખબર છે – તારા નામે અહી અનેક અનેક દેવાલયો ખુલી ગયા છે.મને આ તારા નિવાસસ્થાન કરતા વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા ‘commercial complex’ જેવા વધુ લાગે છે. અહી દરરોજ હજારો ભક્તો આવે છે અને કરોડો રૂપિયા તારા ચરણોમાં ધરી જાય છે – એમાં વિશ્વની ૪૦-૫૦થી પણ વધુ મુદ્રાઓ પ્રતિદિન હોય છે. એમાં રૂપિયા,ડોલર,દીરહામ,રિયાલ,પાઉન્ડ…વગેરે નો સમાવેશ થાય છે. (માફ કરજે – મર્યાદિત જ્ઞાનને કારણે આટલી જ મુદ્રાઓ ગણાવી શક્યો છું,તને કદાચ રોજ જોવાને કારણે તમામે તમામ કંઠસ્થ અને હૃદયસ્થ થઇ ગઈ હશે !!). મુદ્રાઓ ઉપરાંત સોના -ચાંદી અને હીરાના મોંઘાદાટ ઝવેરાતો તો ખરા જ !
આ જોઈ ને મને તરત મારી પેલી ઓફીસ યાદ આવે છે,જ્યાં હું કામ કરું છું.ત્યાં પણ client કરોડો રૂપિયાનું Payment કરે છે અને પછી safe and secured ફ્યુચરની આશ લગાવે છે.
તને ‘suggestion’ આપી શકાય એટલું તો મારું ગજું નથી. હા, પણ એક વિનંતી કરું છું :
આ સમગ્ર વિશ્વમાં એવા કેટલાયે દેશો છે – જ્યાં લોકો ને બે ટંકના ખાવાના પણ ફાંફા છે.
તું તારા આ માતબર ધન ભંડારો એમના માટે ખોલી નાખે તો કદાચ પરિસ્થિતિ સુધરે એવું નથી લાગતું !!
તારા fund ને manage કરવા તું વહેલી તકે કોઈ Portfolio Manager કેમ નથી શોધી નાખતો ?
જો તું આ વાત ને સ્વીકાર્ય ગણે તો એક વાતનું ચોક્કસ ધ્યાન આપજે કે Portfolio Manager બનવાની પ્રથમ લાયકાત એ રાખજે કે ‘ તે માણસ ન હોવો જોઈએ !’ કારણકે વધુ પડતો વિચારતો માણસ જ વધુ પડતા ‘કૌભાંડો’ કરે છે..
કઈક અવિવેક થઇ ગયો હોય તો ફરી થી ‘સાદર વંદન’ કરું છું – ઉદાર દિલ રાખી ને ક્ષમ્ય ગણજે…!!
— ‘જગત’ નો માનવી
Recent Comments