આઘે ઉડતી દળ ઠરે, ને જો ઝાંઝવાથી કળ વળે ,
તો આ રણ ને પણ તરબોળ થવાનું કારણ મળે.
દિવાકરની આગ શમે, ને જો શુષ્ક ધરાને હળ મળે ,
તો આ રણ ને પણ તરબોળ થવાનું કારણ મળે.
અઢળકતાની છોળો ઉડે, ને જો એમાં શ્વેત સાદગી મળે,
તો આ રણ ને પણ તરબોળ થવાનું કારણ મળે.
કોઈ પોતીકુ જણ મળે, ને જો લાગણીભીની એકાદ પળ મળે,
તો આ રણ ને પણ તરબોળ થવાનું કારણ મળે.
– જગત નિરુપમ
Oct 05, 2011 @ 02:01:26
बहोत खूब ……..क्या बात कही है ……..કોઈ પોતીકુ જણ મળે,
ને જો લાગણીભીની એકાદ પળ મળે,
તો આ રણ ને પણ તરબોળ થવાનું કારણ મળે…..સુંદર…….keep it up………
Oct 05, 2011 @ 06:54:58
Lovely! Keep it up…
-Vishvesh