મારે દરિયાને ખોબામાં ભરવો હતો ,
ને આસમાનને અમસ્તું જ આંબવું હતું .
મારે ફૂલોની ફોરમ સંગ ફરવું હતુ ,
ને કોકિલનો કલરવ શ્વાસોમાં ભરવો હતો .
મારે વર્ષાની હેલીને હેળવવી હતી,
ને તેજપુંજ નાં તેજ ને તોલવું હતું.
મારે ચંદા પર મારા ગંદા પગ મૂકવા હતા,
ને મંગળ પર કોન્ક્રીટયુ જંગલ બાંધવું હતું .
મારે ‘પ્રકૃતિ’ને કૃત્રિમતાનો કક્કો શીખવવો હતો ,
ને અંતે ‘પ્રકૃતિ‘ને જ તે અર્થે ભાંડવી હતી.
જગત નિરુપમ
(24-10-2010)
Recent Comments