તારી આંખનો અફીણી


 

દિલીપ ધોળકિયા એટલે “રંગ નગરનો રસીયો નાગર”. ગુજરાતી ગીત-સંગીત જગતનું ખૂબ જ આદરપાત્ર અને દિગ્ગજ નામ ! ગુજરાતી ભાષામાં તેમણે અનેક સ્વરાંકનો આપ્યા તેમજ ગાયક તરીકે સફળતા મેળવી. તમનાં દ્વારા ગવાયેલું “તારી આંખનો અફીણી” – (ફિલ્મ : દીવાદાંડી), કૂપળમાંથી પુષ્પ બનતા ગુજરાતી યુવકનાં દિલો-દિમાગમાં એક જાદૂઈ નશો ચઢાવી જાય એવું ગીત ! યુવાન મન મલકનું જાણે કે રાષ્ટ્રગાન ! એમના જ શબ્દોમાં કહીએ તો “દસ હજાર જેટલા સ્ટેજ પરફોરમન્સમાં પંદર હજાર વખત આ ગીત ગાયું હશે “

આ ઉપરાંત  “એક રજકણ સૂરજ થવાને શમણે…”  પણ એમનું બીજું અદભૂત કમ્પોઝિશન છે, જે લતા મંગેશકરજીએ ગાયું છે.હાલમાં જ વડનગર ખાતેનાં કાર્યક્રમમાં લતાજી એ દિલીપ દાદાને વંદનપૂર્વક યાદ કર્યા હતા. ગુજરાતી ફિલ્મ સત્યવાન-સાવિત્રીના લતા-રફીએ ગાયેલાં તેમના ગીતો યાદગાર બની રહ્યા. આ ઉપરાંત તેમણે `મેના ગુર્જરી’, `ડાકુરાણી ગંગા’ અને `જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન.ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે ફિલ્મ સંગીતના પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે, પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેમનું કુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ.તેમના દાદા કે જેઓ મંદિરમાં કીર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપભાઇ પર ખરો.

૧૯૪૨ માં મુંબઇ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઇમાં શરૂ થઇ. અવિનાશ વ્યાસના સહાયક રમેશ દેસાઇ અને આશિત દેસાઇના કાકા અને વાયોલિનવાદક બીપીન દેસાઇ સાથે એમની ઓળખાણ થઇ. તેમણે દિલીપભાઇનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે એમણે પાંડુરંગ આંબેકર પાસે શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન,ગુજરાતના શિવકુમાર શુકલના ગુરુભાઇ પાસે તાલીમ લીધા બાદ સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતના સંઘર્ષ બાદ ફિલ્મ લાઇનમાં કામ મળ્યું. `પ્રાઇવેટ સેક્રેટરી’ સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નિવડ્યા હતા. જેમ કે, જારે બેઇમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઇએ સ્વરબઘ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું રૂપલે મઢી છે સારી રાત.

૧૧ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર દિલીપભાઇએ ૮ હિંદી ફિલ્મોમાં ડી.દિલીપના નામે સંગીત આપ્યું. કારણ? દિલીપભાઇના જણાવ્યા પ્રમાણે, તે ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાતા હતા ત્યારે આગાજાન નામનો એક એનાઉન્સર તેમનો ઉલ્લેખ હંમેશાં દિલીપ ધકિયા તરીકે કરતો હતો. નામનો આવો ગોટાળો ટાળવા (રામચંદ્ર ચિતલકર સી.રામચંદ્ર બન્યા એ પરંપરા મુજબ) દિલીપ ધોળકિયા ડી.દિલીપ બન્યા.

મારી જાતને ધન્ય સમજુ છું કે આવી વિભૂતિનાં પાવન પગલા મારા ઘરમાં પણ થયા હતા. દિલીપ દાદાનો નિકટતમ પરિવારજન તરીકેનો સમાવેશ એટલે મારા માટે પરમતાની એક અદભૂત અનુભૂતિ ! આજે બપોરે  ૧૨ :૧૫ કલાકે તેમનાં નિધન નાં સમાચાર મળ્યા. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના સાથે

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી – દાદાજી (સ્વ. દિલીપ ધોળકિયા) નાં સ્વર માં

Reference :

http://www.gujaratsamachar.com/20110102/purti/ravipurti/navajuni.html

http://ishumeet.wordpress.com/2010/05/05/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF/

http://www.divyabhaskar.co.in/article/inaugration-of-venibhais-book-872469.html

 

Advertisement

1 Comment (+add yours?)

  1. Nirmita Dholakia
    Jan 02, 2011 @ 23:58:18

    Deeply touched by the sad news.. Even more by remembering His contributions to the Music World..

    Pujaneeya Dilipbhai Dholakia will be etched in every music loving Gujarati’s heart, whose chosen deity was “Swar”!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: