મધર ટેરેસાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ભારતિય રેલ્વે દ્વારા મધર ટેરેસાની જીવન ઝરમરને લોકો સુધી પહોંચાડવા વિશેષ પ્રદર્શન ટ્રેન શરૂ મૂકી. મધર એક્સપ્રેસ નામે ઓળખાતી આ ટ્રેન તા. ૧/૨ ડિસેમ્બર,૨૦૧૦ દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર આવી ચઢી.આ પ્રદર્શનને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય નગરજનો દ્વારા માણવામાં આવ્યું.
તારીખ ૨જી ડિસેમ્બરનાં રોજ મેં પણ આ પ્રદર્શન જોવાની તક ઝડપી લીધી અને આ “મધર” નાં સાગર સમાન સમાજસેવાનાં કર્મો ગાગરમાં ભરવાનો સમાવેશ કર્યો.
નીચેની વિડીયો લિંકમાં આપ મેં લીધેલા ફોટોગ્રાફ્સનાં કેટલાક અંશો જોઈ શકશો અને બેકગ્રાઉન્ડમાં મધર ટેરેસાની સુંદર રચના – “Do it Anyway”, મારા અવાજમાં સાંભળી શકશો.
મધર ટેરેસા (જન્મ: ઑગસ્ટ ૨૬, ૧૯૧૦ મૃત્યુ:સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વધરાવતાં એક આલ્બેનિયનમન કેથલિક નન હતાં.1950માં તેમણે ભારત ના કોલકતામાં ઠેકઠેકાણે ચેરીટી મિશનરીઝની સ્થાપ્ના કરી. સતત 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરીઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના બેલી/વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં અને તેમના જીવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા માલ્કોમ મૃગગ્રેરીજ કૃત પુસ્તક- સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ , પણ લખાઈ ચૂકયું હતું. 1979માં તેમને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે 1980માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન, ભારતરત્ન, દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. મધર ટેરેસાની ચૅરિટિ મિશનરિઝ વિસ્તરતી રહી. તેમનાં મૃત્યુ સમયે 123 દેશોમાં આવાં 610 મિશન ચાલતાં હતાં, જેમાં એચઆઈવી/એડ્સ (HIV/AIDS), રકતપિત્ત અને ક્ષયના રોગીઓ માટે રુગ્ણાલય અને ઘર, અસહાયો-ગરીબો માટેનું રસોડું, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અનાથાલયો અને શાળાઓનો સમાવેશ થતો હતો.
અનેક વ્યક્તિઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રશંસા કરી હતી; અલબત્ત તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમનું ગર્ભપાત વિરોધી તીવ્ર વલણ, ગરીબાઈમાં આધ્યાત્મિક સારાપણું રહેલું છે તેવી માન્યતા અને મરણમથારી હોય તેવા લોકોના ધર્મરૂપાંતરણ કરાવતાં હોવાનો આક્ષેપ સહિત તેમનાં વટલાવ-કેન્દ્રી કાર્યો સામે ક્રિસ્ટોફર હિચેન્સ, મિશેલ પારેન્ટી, અરૂપ ચેર્ટજી, વિશ્વ હિન્દુ પરિષદ જેવાં વિવિધ વ્યકિતઓ અને સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનાં રુગ્ણાલયોમાં રાખવામાં આવતી તબીબી કાળજીનાં ધોરણો અંગે કેટલીક મેડિકલ જર્નલોમાં વાંધો ઉઠાવાયો હતો તેમ જ દાનમાં અપાયેલાં નાણાંનો ઉપયોગ અપારદર્શક રીતે થતો હોવાની બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
પરંતુ મધર ટેરેસા વિરોધનાં વંટોળ વચ્ચે પણ પોતાની નિ:સ્વાર્થ સેવા ચાલુ જ રાખી.ટેરેસા તો જાણે તેમનાં જ નીચેના શબ્દોનું , જીવનપર્યંત અનુસરણ કર્યું.
DO IT ANYWAY
People are unreasonable, illogical, and self-centered.
Love them anyway.
If you are kind, people may accuse you of selfish ulterior motives.
Be kind anyway.
If you are successful, you will win some false friends and true enemies.
Succeed anyway.
The good you do today will be forgotten tomorrow.
Be good anyway.
Honesty and frankness will make you vulnerable.
Be honest and frank anyway.
What you spend years building may be destroyed overnight.
Build anyway.
People need help but will attack you if you help them.
Help them anyway.
In the final analysis, it is between you and God.
It was never between you and them anyway.
તેમનાં મૃત્યુ બાદ, પોપ જહોન પોલ II એ તેમને બ્લેસિડ ટેરેસા ઓફ કલકત્તા (કલકત્તાની આશીર્વાદિત ટેરેસા)નું બિરુદ આપ્યું હતું.
“ Indeed, Mother India feels proud on her citizen Mother Teresa. “
Thanks:
Recent Comments