કૃષ્ણ જન્મોત્સવ નાં આ મહોત્સવ નિમિતે વંદનપૂર્વક :
તુ રાધાનો કાં’ન ,
ને મીરાંનો શ્યામ .
તુ નરસિંહ નો નાથ ,
ને સુદામા નો સાથ .
તુ પાંચાળી નો ભ્રાત ,
ને વાંસળી નો નાદ .
તુ દેવકી નો લાલ ,
ને જશોદા નો પ્રાણ .
તુ ગોપીઓનું ગાન ,
ને ગોવાળોનું માન .
તુ સૂરદાસ નો સૂર ,
ને તેજસ્વિતાનું નૂર .
તુ કંસ નો કાળ ,
ને ભક્તોની ભાળ .
તુ દ્વારિકાનો રાજ ,
ને તારો સોનાનો તાજ .
પણ મારે મનમંદિર તો ,
તુ માત્ર ને માત્ર…..
પ્રેમાનુભૂતિ નો પ્રાસ !!!
– જગત નિરુપમ
ઓડિયો :
[કૃષ્ણ-દ્રષ્ટિ- હરિન્દ્ર દવે અને સુરેશ દલાલ ;
પ્રસ્તાવના સ્વર- જગત અવાશિયા ]
Sep 01, 2010 @ 11:17:03
“હજી આજે પણ ઘણાંને મનમાં સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ?આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી”
ઘણુંજ સુંદર કૃષ્ણ કાવ્ય.ઓડીયો સ્વર પણ સુંદર .
કૃષ્ણ નાં સારથી પણા નો અનુભવ તો ઘણાં લોકો ને અવારનાવર થતો જ રહેતો હોય છે.
હરીન્દ્ર ભાઈ એ તો આ કૃષ્ણ ને મળવાનું સ્થાન પણ બતાવ્યું છે.
“જ્યાં જ્યાં લીલું પાન,
ત્યાં ત્યાં તે માધવનું ગાન,
તે જ માધવને મળવાનું સ્થાન…!
…………..હરિન્દ્ર દવે
અભિનદન
નિરુપમ
Sep 01, 2010 @ 13:26:13
એક અદભુત કલ્પના એટલે જ કૃષ્ણજન્મ…………
કલ્પના ઉપર સુંદર કાવ્ય………….અભિનંદન.
ઉમાકાંત માંકડ.
Sep 02, 2010 @ 01:15:38
wah!
Sep 02, 2010 @ 03:27:45
saras lakhaan chee jagat !
Sep 04, 2010 @ 06:31:30
Khub sunder lakhan che. Abhinandan. keep it up.
Sep 06, 2010 @ 03:51:15
Kya Baat Jagat!!! You are just enhancing your level in a great way… Keep it up Dear.
Oct 01, 2015 @ 11:54:39
Krishna Prem hato j..vadharva ma shabdo sidi banya…