જ્યારથી તમે મને નોટ પર છાપ્યો છે ને ,
ત્યારથી હું એક સમયે મારા હૃદય ની સૌથી નજીક રહેતા,
“આમ આદમી” થી દૂર થઇ ગયો છું . . . . !
અહીં અમીરો ની “Suitcase” મા રહી મારો શ્વાસ રૂંધાય છે અને . . . .
મારે તમને કંઈક કહેવું છે,પણ મારું મુખ કંઈ બોલી નથી શકતું !
જ્યારથી તમે મને સરકારી ઓફિસો ની દીવાલો પર ટીંગાડ્યો છે ને ,
ત્યારથી ટેબલ નીચે હાથ લંબાવતા બાબુ ઓને મારી આંખો જોઈ નથી શકતી !
જ્યારથી તમે મને ન્યાયમંદિર મા પ્રસ્થાપિત કર્યો છે ને ,
ત્યારથી નિર્દોષને થતી સજા નું ફરમાન મારા કાન સાંભળી નથી શકતા !
વાહ રે મારા દેશવાસીઓ ! “ત્રણ વાંદરા ” નાં મોડલ મા તમે ,
મને જડબેસલાક બેસાડી દીધો છે . . . . . !
– જગત નિરુપમ
મારા અવાજ મા ઓડીઓ સાંભળશો :
Recent Comments