વાંદરો અને મગર : બાલવાર્તા

આ સાથે મગર અને વાંદરાની (પંચતંત્ર) વાર્તા રજૂ કરું છું. વાર્તા તો આપણે બધાએ ભૂતકાળમાં વાંચેલી કે સાંભળેલી જ છે , પરંતુ આ વાર્તાની ‘ઓડિયો’ પ્રસ્તુતિ કદાચ આપને સાંભળવી ગમે. આ વાર્તા ચાર-પાંચ વર્ષ ના બાળક (જગત અવાશિયા) દ્વારા, એટલે કે આજથી લગભગ ૧૭-૧૮ વર્ષ પહેલા રેકોર્ડ થઈ હતી ! આશા છે કે મારો આ બાલિશ પ્રયાસ ચોક્કસ તમને પસંદ આવશે !

————————————————————————————-એક નદીકાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં.

એક દિવસ મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે,’ રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે ! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં ! ‘
મગર કહે, ‘તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય ?’
મગરીએ જીદ કરી કહ્યું, ‘જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ.’
નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો.

એણે મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો, ‘વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.’
‘વાહ ! ચાલો,તમારો આટલો પ્રેમ છે તો …ના કેમ પડાય ! ‘ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતો એ વળગ્યા.અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.
મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો બોલ્યો, ‘ મગરભાઈ ! તમે પણ ખરા છો ! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને ! કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ !’
મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી બોલ્યો, ‘ મૂરખ ! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે ? તું તો દગાખોર છે ! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો ? જા હવે કદી આ જાંબુડા ના ઝાડ નીચે આવતો નહિ.’ એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.

For Text of story Thanks To : http://www.gurjari.net/details/vandro-ane-magar.html

Advertisement

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate