કબૂતરો નું ઘૂ..ઘૂ..ઘૂ..,
ઉંદર-ચકલા ચૂ…ચૂ…ચૂ…,
છછૂંદરોનું છૂ…છૂ…છૂ…,
ભમરા ગૂંજે ગૂ…ગૂ…ગૂ…,
આ કૂંજનમાં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમો ઘૂઘવાટ કરતો ,
માનવ ગરજે હું…હું…હું…!
– અજ્ઞાત
આ “હું” એટલે “હું” જ અને અંગ્રેજી નો “I”. And “I is always capital”…! માનવ નો આ “હું” જો ઓગળી જાય તો જગત નાં મોટાભાગ નાં પ્રશ્નો નું નિરાકરણ થઈ જાય !!
Recent Comments