૦૫-૦૭-૨૦૧૦ – ભારત દેશ માં વિપક્ષ દ્વારા ‘મોંઘવારી’ નાં વિરોધ માં “ભારત બંધ”નું એલાન થયું. કોઈ પણ અન્યાય કે અનીતિનો શાંત વિરોધ પ્રદર્શન એ તો ગાંધી વિચારધારા કહેવાય ! હા, પણ બંધ નાં નામે આમ જનતા પર જોહુકમી અને દાદાગીરી (કેટલીક ન્યૂઝ ચેનલો ની video clippings માં આવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું !) કરવી કે કરાવવી એ આપણા રાજનેતાઓ ને બિલકુલ શોભતું નથી !
અને એ જ દિવસે ઘરકામ કરતી બાઈ (કે જેને કદાચ મોંઘવારી સીધી અસર કરે છે !) નો સવાલ હતો : “આજે હડતાલ શેની છે ?” – મને તો એમ લાગે છે કે બંધ નો હેતુ આમ જનતા નાં હિતો કરતા “Vote Bank” નાં હિતો નું રક્ષણ કરવાનો હતો !
મોંઘવારી ઉપર આમીર ખાન ની આગામી ફિલ્મ “પીપલી લાઈવ” નું એક ગીત – “મહંગાઈ ડાયન ખાય જાત હૈ”
મોંઘવારી ની માઝા છે,
પણ નેતાઓ ને તો મઝા છે !
બંધ નાં નામે “વોટબેંક”નાં ત્રાગા છે,
પણ નેતાઓને મઝા છે !
આમ આદમી ને :
અહીં બે ટંક નાં ફાંફાં છે,
પણ નેતાઓને મઝા છે !
આયખુંભર એક જોડ વાઘા છે,
પણ નેતાઓને મઝા છે !
હે, પ્રખર રાજનીતિજ્ઞો !
પાંગળી નીતિઓથી જનતા હવે ખફા છે,
પણ નેતાઓને મઝા છે !
ને આ માત્ર શબ્દો નહી પણ,
આમ આદમી ની વેદના નાં લેખા-જોખા છે !!!
આ સાથે એક હાઇકૂ(જાપાનીઝ સાહિત્ય પ્રકાર) પણ હાંકુ છું !!
હાઇકૂ :
મોંઘવારી ની માઝા વચ્ચે,
લૂંટે છે, મઝા નેતાઓ !
– જગત નિરૂપમ
Nov 10, 2011 @ 09:24:03
Dear Jagat,
We welcome you as part of BJP Worker. If you are interested please let us know. I really like your poets.
My personal phone number: 91-79-23232611
Thanks,
Narendra