બાંકડો…!!



તા. ૨૭ જૂન,રવિવાર ની સવાર ! ચૌદ વર્ષ બાદ મેં મુલાકાત લીધી એ ભૂમિ ની જ્યાં મેં મારા બાળપણ નાં કીમતી વર્ષો વિતાવ્યા હતા ! ખેડા જિલ્લાનું ધુવારણ એટલે મારા માટે તો મારી સુમધુર બચપણ ની યાદો નું એક પાવરહાઉસ ! અહીં આવેલા ગેસ્ટહાઉસ પાસેના બગીચા નો એ જ બાંકડો કે જે વર્ષો સુધી અમારી ઘણી બધી યાદો નો જાણે જીવંત સાક્ષી બની ગયો હતો ! દરેક જીવંત કે નિર્જીવ પદાર્થ નાં જીવન માં એક સમય આવે કે જયારે તેની રોનક અને જાહોજલાલી ચરમસીમા પર હોય ! આવા જ “Golden Period” ને એક જમાના માં નિહાળનાર એ બાંકડો, એ દિવસે જાણે થોડા માં ઘણું બધું કહી ગયો !

આ સાથે પ્રથમ વાર આ રચનાને ઓડીયો સ્વરૂપે પણ આપની સમક્ષ રજૂ કરું છું !

ચાલતા ચાલતા આજ સવારે મળ્યો હું એક બાંકડા ને,
પાસ જઈને હળવેથી મેં કર્યો એક સવાલ –
“કેમ ભાઈ ! પડી તુજને મારી ઓળખાણ ?”
આંખ ઉઘાડી,મુખ સંવારી ,વર્ષોથી એ મૂક બનેલો !

મને એમ કે હમણાં મુજને કરશે એક સવાલ —
“ઓળખાણ આપશો શ્રીમાન ?? “
ત્યાં તો અહીં બન્યું જ તદ્દન વિપરીત !
વૃદ્ધ છતાં પણ મક્કમ સાદે આવ્યો એક જવાબ :

બેટા ! તને તારી ખુદ ની પણ ઓળખ ન હતી,
તે દિન થી તુજ ને હું ઓળખું,
આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે
પડી મારી ઓળખાણ ?

ચાલતા પણ તુ અહીં જ શીખ્યો ‘ તો ને ,
બે પૈડા પર અહીં જ ફરતો ‘તો !
રમતો હોય કે હોય ઉજાણી
રાતદિન તુ અહીં જ ખીલ્યો ‘ તો !

મિત્રો સાથેની મહેફીલો નાં, પડઘા હજી પણ ગૂંજે !
આ જ ખુશીને કાળે, મારી એક થપાટ !
મિત્રો છીનવ્યા,સ્વજનો છીનવ્યા,છીનવી મારી રોનક !
આજે તો હું સાવ અટૂલો,મહી કિનારે,મુખ નમાવી,વજ્રાસન માં બેઠો !

“ફરી મળીશું “ એમ કહીને મેં વિદાય લીધી ત્યાંથી !!

એની યાદો ?? એની લાગણી ?? એની વેદના ??
શું હતું એ કઈ જ ન સમજાયું !
જે પણ કઈ હતું, એ સંવેદના નો….
ચિર સ્મરણીય અનુવાદ ભીનો લાગ્યો !

– જગત નિરૂપમ

Advertisement

20 Comments (+add yours?)

  1. swapan
    Jun 28, 2010 @ 17:46:03

    wonderful..man……really very emotional lines…..lyk d way u expresss ur feelings….kp it up bro…….wana c on divya bhaskar purtis soon…….

    Reply

  2. saksharthakkar
    Jun 28, 2010 @ 18:23:39

    excellent…your poem is excellent and so is the recitation of the poem…You put good expressions while reciting…like the way you expressed ‘આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે
    પડી મારી ઓળખાણ ?’ or ‘આજે તો હું સાવ અટૂલો,’ … also nice pronunciations… keep it up…

    Reply

  3. nirupamavashia
    Jun 30, 2010 @ 06:33:45

    ૩૦.૦૬.૨૦૧૦
    ચી જગત ,
    ખુબજ સુંદર અમોને પણ અમારા ભવ્ય ભૂતકાળ માં સેરવી દીધા કે જયાં અમોએ અમારા મુગ્ધ દામ્પત્ય નો દોઢ દસકો વિતાવેલ અને પાર્થભાઈ નાં ભવિષ્યને સારો ઓંપ આપવા વિધાતા સામે જંગે ચડેલ ,આ વાત નાં સાક્ષી બાંકડાની નજીક નાં મદિરના ઈશ્વર રહે કે ન રહે, પરંતુ તમોને સામો પ્રશ્ન પૂછનાર બાકડો તો સાક્ષી પુરાવશે જ .આ બાકડો જ આપણા પરિવાર ની ઓં ળખ બની ગયેલ .સાંજના સમયે અવાશિયા ને શોધવા હોય તો લોકો ગેસ્ટ હાઉસ માં ફોન કરી બાકડા પાસે બેઠેલા અવાશિયા ને બોલાવવાનું કહેતા કે રૂબરૂ આવતા
    અને આપણે ગેસ્ટ હાઉસ આવીએ ત્યારે લોકો આ બાંકડો અચૂક ખાલી કરી આપતા જાણે કેમ આપણા માટે તે રિઝર્વ હોય ?
    ખુબજ અભિનંદન શુભેચ્છાઓ.ઓંડિયો પણ અતિ સુંદર ………
    નિરુપમ/કિરણ /પાર્થભાઈ

    Reply

  4. Bhajman Nanavaty
    Jun 30, 2010 @ 16:08:12

    એક હતો એ બાંકડો,
    બેજાન બિચારો બાંકડો!

    હતો ભલે એ રાંકડો,
    પણ દિલા દરિયો ન સાંકડો!

    અગણિત સવારી, નથી કોઇ આંકડો,
    પણ એક જગતનો તે લાડકો!

    Reply

  5. dr.niloobhai
    Jun 30, 2010 @ 18:01:08

    jagat is great
    AM TO AVASHIA AKADU HOY PAN TAME TO KAVI RHADAY
    BEST LUK
    make ramesh parekh tobe ur goal

    Reply

    • Jagat
      Jul 01, 2010 @ 14:59:25

      Thanks for your comment !

      આપે રમેશભાઈ ને યાદ કર્યા તો બે વાત લખી દઉં :

      રમેશ પારેખ (અદભૂત પારેખ રમેશ = અપાર): One of my favourite Ghazalkars !

      ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’

      પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા !
      —————————————————-

      રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.

      – મોરારિ બાપુ

      Reply

  6. વિવેક ટેલર
    Jul 02, 2010 @ 13:06:20

    સુંદર !

    Reply

  7. Vaibhav Dholakia
    Jul 02, 2010 @ 16:16:19

    Jagat, Kavi ek fankdo

    Reply

  8. chetu
    Jul 13, 2010 @ 16:36:54

    હાર્દિક અભિનંદન … ખુબ સરસ પઠન ..!!

    Reply

  9. Vikas Nayak
    Aug 15, 2011 @ 09:56:17

    Very creatively expressed ur thoughts Jagat! I read ur blog for the first time and now have decided to visit it regularly! Keep sharing ur thoughts! I would use one of ur creations in my column also as ‘Guest Blog’…Rgds,Vikas Nayak

    Reply

  10. Abbas Ali
    Jun 16, 2012 @ 10:02:22

    Wah Jagat Wah!!! 🙂

    Reply

  11. DiPeN
    Jun 22, 2012 @ 17:54:38

    waah…

    Reply

  12. latakanuga
    Aug 28, 2017 @ 16:39:25

    ખૂબ સુંદર.. કહેવાતા નિર્જીવ..બાંકડા સાથેનું તાદાત્મ્ય.

    એ અટુલો બાકડો
    ખુશ થતો હશે કેવો..
    કોઇ તો આવ્યું
    દેવા સાથ મને….
    એ નિઃશબ્દ સાંજ
    ચુપચાપ બની
    લેતી હશે
    ઊંડા શ્વાસ
    …લતા…

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: