કવિ શ્રી રઈશ મણીયાર સાહેબની,મારી મનગમતી રચના “ન પેપ્સી ,ન થમ્સ અપ …” માંથી પ્રેરિત થઇ મારી રચેલી પદ્યરચના
ન પત્ર, ન ટપાલ,ન તો તાર ફાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ફેસબુક-ઓરકુટ અને ટ્વિટ એ ફટકારે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન કેસેટ, ન સીડી, ડીવીડી ન લાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
બી.આર.ડી મળે જો ડેટા એમાં ઠાલવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન ડેસ્કટોપ, ન લેપટોપ, ટાઈપરાઈટર ન ફાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
આઈ-પેડ મળે જો તરત અજમાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન અતા, ન પતા, એડ્રેસબુક ન રાખે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
પડોશીને પણ એ ગુગલઅર્થમાં શોધે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન રાની, ન કાજોલ, ન ટવીન્કલ, ન ટબ્બુ
કરિશ્મા નહીં, ને રવીના કદી નહીં
જોલી ને લોપેઝ સપનામાં આવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
[બી.આર.ડી. = બ્લ્યુ રે ડિસ્ક]
– જગત નિરુપમ
(૨૫-૫-૨૦૧૦)
Recent Comments