મૃત્યુ ને વધુ એક વખત નજીકથી જોયું , એક મિત્ર ના મૃત્યુ ના સ્વરૂપ માં…..
ચાલતા ચાલતા માર્ગ માં
થંભી પડે ભાઈ, માણસ છે.
મૃગજળ સમી અનંત
ઇચ્છાઓ ની પાછળ,
દોડતા દોડતા……
હાંફી પડે ભાઈ ,માણસ છે.
એક ક્ષણમાં હતો ન હતો
થઇ જાય ભાઈ માણસ છે.
‘ભોળા નો તો ભગવાન’
એ હવે મિથ્યા વાણી લાગે
‘માનવસર્જિત રાજનીતિ’
ભગવાન પણ શીખ્યો લાગે !
– જગત નિરુપમ
Apr 18, 2010 @ 04:20:51
18.04.2009
ચી.જગત,
સ્વજન કે મિત્ર ની અચાનક વિદાય હૃદય ને હચમચાવી દે છે.આપણે વિચારતા થઇ જઇએ કે …..
‘ભોળા નો તો ભગવાન’
એ હવે મિથ્યા વાણી લાગે
‘માનવસર્જિત રાજનીતિ’
ભગવાન પણ શીખ્યો લાગે !
પરંતુ આખરે તો આપણે માનવને તો તેનાજ શરણે જઈ પાર્થના કરવી પડે છે કે ….
મંગલ મંદિર ખોલો,
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
– નરસિંહરાવ દિવેટીયા
નિરુપમ