એક ખીલતા ગુલાબની રોતી આંખો તમે ક્યાં જોઈ છે ?
એક બાજુ જમીન રેતાળ છે અને બીજી બાજુ ,
ખીલવાની સીમા અમાપ છે !!
કહેવાતા પ્રકૃતિપ્રેમી હે માનવી ! તમે તો
જતન કરી વિસ્તરવાની દિશા સૂચવી શક્ય હોત !
પણ તમે તો બનાવટી ગુલાબ પર
કાવ્ય લખવામાં વ્યસ્ત હતા કે શું ??
ગુલાબ તો ઉપકૃત છે,તમે નિંદામણ ન બન્યા તેથી,
અને વ્યસ્ત છે, અમાપ આકાશ ને આમ્બવાને !
– જગત નિરુપમ
Mar 18, 2010 @ 06:30:49
very nice,
નથી કોઈ નું કાજી, નથી કોઈ નું ફરિયાદી ,
ફુલ તો તેની ફોરમ ઢળી રાજી.
nirupam
Mar 21, 2010 @ 17:18:32
Good one.
Mar 21, 2010 @ 19:27:17
પંચમ ભાઈ….આપના જેવા બાહોશ સર્જકો દ્વારા પ્રોત્સાહન મળે છે,ત્યારે હૃદયનો આનંદ સમતો નથી !! આજ રીતે comment લખતા રહેશો (positive and/or negative) તો કદાચ કોઈક દિવસ આપની કક્ષાનું સર્જન પણ મુજ પામર માનવી થી શક્ય બને !!
Mar 23, 2010 @ 13:03:45
ગુલાબ તો ઉપકૃત છે,તમે નિંદામણ ન બન્યા તેથી,….kya baat hai!