આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે
ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે !

કોઇએ જોયો નથી,જોવા ય મળતો પણ નથી આજે
તોય ઈચ્છા હોય છે અક્સર! બધું પરિણામલક્ષી છે!

જિંદગી તો જિંદગીની જેમ જીવાતી જ રહેવાની
જીવ,આત્મા,દેહ આ નશ્વર બધું પરિણામલક્ષી છે !

આવતી હર ક્ષણ,જતી ક્ષણની જ છે સીધી અસર,તો પણ
ખુદ સમય,એની ધરી,ચક્કર બધું પરિણામલક્ષી છે

વારતા લંબાય તો લંબાય છે સંબંધ,પાત્રોના
કાચ જેવા હોય કે નક્કર બધું,પરિણામલક્ષી છે !

સર્જનારે ખાસ કારણસર કરેલું હોય છે સર્જન
પર્વતો,ઝરણાં,નદી,સાગર બધું,પરિણામલક્ષી છે

એટલું સહેલું નથી ઊંડેસુધી જઈ તાગ મેળવવો
પ્રશ્ન કે એ પ્રશ્નના ઉત્તર બધું,પરિણામલક્ષી છે !

સહમતી સાધ્યા વગર નિર્ણય અધૂરાં થાય છે સાબિત
પણ,વિષયની બ્હાર કે અંદર બધું,પરિણામલક્ષી છે

હાથ જે ઊઠે દુઆ માટે,ચકાસે છે ખુદા એને
પણ ખુદા પોતે, ‘ને સચરાચર બધું,પરિણામલક્ષી છે !

છંદવિધાનઃ ગાલગાગા ના ૪ચરણ + ગા
ડો.મહેશ રાવલ
Feb 23, 2010 @ 06:29:36
Dear Jagat,
good luck