જગત, બસ જગત જેવું લાગ્યું મને તો
વખોડેલ મત જેવું લાગ્યું મને તો !
ગમે તે, ગમે ત્યાં, ગમે તેમ જીવે
મરેલી મમત જેવું લાગ્યું મને તો !
તરો કે ડૂબો, આવશો છેલ્લે કાંઠે
ગરજવાન સત જેવું લાગ્યું મને તો !
રમાડે દિવસ, રાત સપનાં બતાવે
અધૂરી રમત જેવું લાગ્યું મને તો !
ખબર પણ પડે નહીં અને છેતરી’લ્યે
ગલત આવડત જેવું લાગ્યું મને તો !
સતત ખોટ કરતા થડે કોણ બેસે ?
દુકાળે, ખપત જેવું લાગ્યું મને તો !
મિલનસાર થઈ જાય માણસ, ગરજમાં
કપાણે કમત જેવું લાગ્યું મને તો !
ડૉ.મહેશ રાવલ
Mar 21, 2010 @ 17:22:05
જગત, બસ જગત જેવું લાગ્યું મને તો