યાદ આવે છે થોડા સમય પહેલા રિલાયન્સ ની એક advertisement માં સુપ્રસિદ્ધ સુપરસ્ટાર શ્રી અમિતાભ બચ્ચન એમ કહેતા નજરે પડતા : ” What a time of living….. क्या झमाना आया है जिंदगी जीने का ! ” હજી થોડા વર્ષો પહેલા આપને ક્યાં હતા અને અત્યારે ક્યાં પહોચી ગયા ?? આ બધું જ શક્ય બન્યું છે IT અને communication ના ક્ષેત્રો માં માનવજાતે ભરેલી હરણફાળ ને લીધે. દુનિયા ને એક ખોબામાં સમાવી લીધી છે અને થોમસ ફ્રીડમેન ના શબ્દો માં કહું તો ” World has become flat”
વર્ષો પહેલા છૂટા પડેલા બે મિત્રો જયારે internet ના માધ્યમ દ્વારા મળે ત્યારે તેમની લાગણીઓની frequency જો કોઈ લાગણીમાપકયંત્ર (આ લાગણીમાપકયંત્ર હજી શોધાયું નથી , પણ એ શોધી જાય તો માનવજાત નું મોટું સંશોધન ગણાશે,કારણકે આ યંત્ર થી સાચી અને બનાવટી માનવલાગણીઓને સ્પષ્ટ રીતે ઓળખી તો શકાશે ! )થી માપવામાં આવે તો બેશક tends to infinity હોય !
ઘરે બેઠા દુનિયા ના કોઈ પણ દેશ નો ખૂણો એક mouse click થી ખુંદી નાખવો એ આ યુગની કેટલી મોટી પ્રગતી કહેવાય !
પણ….પણ…..
આ બધી શોધોનો સંશોધક માણસ તો પોતાની જાત ને આ શોધો કરતા પણ એક મુઠ્ઠી ઊંચેરો અને smart માને એ સ્વભાવીક છે ને !
એટલે જ તો —
“પંદર હઝાર કિલોમીટર દૂર બેઠેલાને “wats up ??” કહે છે, પણ પાંચ ફૂટ ના અંતરે રહેતા પાડોશીને “કેમ છો ?” કહેતા જીભ ખચકાય છે !! ”
“પોતાના નજીક ના સગા જોડે પણ business client ની જેમ વર્તન કરી પરિવાર ને business firm બનાવી ને મૂકી દીધી છે !! “
ખૂબ જ મનોમંથન અને ચિંતન બાદ મને વ્યક્તિગત રીતે લાગે છે કે Technology ના આ યુગ માં માણસ જો માણસ થઇ ને જીવે તો ખરા અર્થ માં આપને કહી શકીશું—
” What a time of living….. क्या झमाना आया है जिंदगी जीने का ! “
Jan 21, 2010 @ 03:31:22
“પંદર હઝાર કિલોમીટર દૂર બેઠેલાને “wats up ??” કહે છે, પણ પાંચ ફૂટ ના અંતરે રહેતા પાડોશીને ”કેમ છો ?” કહેતા જીભ ખચકાય છે !! “
શું કહો છો? જંગલમાંથી હું પસાર થાઉં છું ત્યારે કુતરાઓ દોડતા આવે છે. લ્યો થોડાકના નામ, રુપસુંદરી, રુપકુંવર, રુપમતી, રુપસ્વરુપ,મકડુ, સાઈયો, રામપ્યારી, રામદુલારી, લોગ્લો, આજે આટલા. બાકીના ફોટા મોકલીશ ત્યારે.