પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા સાવ મરી નથી પરવારી !!
આખા દિવસ ના થાક પછી મોડી સાંજે પથારી માં સહેજ આડો પડ્યો અને સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રૂમ ની બારી પાસે બે માણસો કંઈક વાત કરી રહ્યા હોય એવું લાગ્યું.સહેજ કાન દઈ સાંભળવાની કોશિશ કરી અને મે સાંભળેલો આ સંવાદ કદાચ આવનારા લાંબા સમય સુધી માનસપટ પર પડઘા પાડતો રહેશે.
સ્વીપર કક્ષા ના આ બે માણસો હોસ્ટેલ પાસે ઉભા રહી વાત કરી રહ્યા હતા વિદ્યાનગર ની એક કોલેજ ના પ્રોફેસર વિષે !
પ્રથમ ભાઈ : “તને ખબર છે ? થોડા વર્ષ પહેલા જાની સાહેબ આ હોસ્ટેલ ના head હતા ત્યારે શું થયું હતું ?
બીજા ભાઈ :”ના ! શું થયું હતું ?”
પ્રથમ ભાઈ : “એક વિદ્યાર્થી પોતાની કાર માં એક bag લઇ ને હોસ્ટેલ માં સાહેબ ને મળવા આવ્યો.”
બીજા ભાઈ : “પછી ?”
પ્રથમ ભાઈ : ” તેણે સાહેબ સમક્ષ bag ખોલી કહ્યું – આ પાંચ લાખ રૂપિયા. આપના વિષય માં મને પાસ કરવાની કિંમત ! ત્યાર બાદ સાહેબે મને રૂમ માં બોલાવ્યો અને પાંચ લાખ રૂપિયા ભરેલી bag સ્વીકારવા કહ્યું. હું તો bag નો અસ્વીકાર કરી બહાર નીકળી ગયો. ત્યાર બાદ સાહેબ વિદ્યાર્થી ને ઠપકો આપતા બોલ્યા કે વીસ રૂપિયા પ્રતિ માસ નો પગારદાર માણસ આ રૂપિયા સ્વીકારતો નથી તો મને તો આ યુનીવર્સીટી ૫૦,૦૦૦ રૂપિયા નો દર મહીને પગાર આપે છે.તે એવું વિચારી પણ કેમ લીધું કે વિદ્યા ના આ નગર માં રહી ને તું વિદ્યા જેવી પવિત્ર ચીજ ને ખરીદી લઈશ અને અંતે સાહેબે વિદ્યાર્થી ના ભાવિ ને ધ્યાનમાં રાખી પોલીસ કે યુનીવર્સીટી સુધી વાત ન લંબાવી.”
અંતે વિદ્યાર્થીએ માફી માંગી અને ત્યાંથી વિદાય લીધી..!
આજના શિક્ષણ ને આવા કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક વ્યક્તિઓ ની તાતી જરૂર છે. પાંચ લાખ રૂપિયા એ કોઈ પણ જમાના માટે નાની રકમ ન ગણી શકાય એક વ્યક્તિ ને ખરીદવા માટે. પણ આજે પ્રમાણિકતા સામે પૈસો ઝૂક્યો હતો.
ગુજરાત જયારે સ્વર્ણિમ જયંતી ઉજવી રહ્યું છે,ત્યારે શિક્ષણ ક્ષેત્રે આવા કર્તવ્યનિષ્ઠ,પ્રમાણિક,વિદ્વાન મેળવી ચોક્કસ ધન્યતા અનુભવે છે. પોતાના કામ અને ફરજ માટે સદા તત્પર રહેનાર આવા વ્યક્તિત્વ ને કોટિ-કોટિ વંદન ! આવા વ્યક્તિઓને જોતા એમ લાગે કે “પોતાની નૈતિકતા અને સંસ્કારનું વિચ્છેદન કરી પૈસા પાછળ આધળી દોટ મુકતા રીઢા માણસો વચ્ચે થી પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા સાવ મરી નથી પરવારી. નૈતિક મૂલ્યો હજી પણ ક્યાંક-ક્યાંક જીવંત છે.
Recent Comments