(હરિ તમારી કટ્ટી…)
હરિ તમારી કટ્ટી !
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી !
લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો,
હું ય જોઉં છું, કેમ કરીને બંસી તમે બજાવો !
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો,
કાશી હો કે કુરૂક્ષેત્રે હો, બધ્ધે પીડે અભાવો,
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી,
હરિ તમારી કટ્ટી !
કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર,
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર ?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર,
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર,
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી,
હરિ તમારી કટ્ટી !
-હિતેન આનંદપરા
Dec 05, 2009 @ 14:50:11
khub j sunder…..
ras,bhaav,lay,chamatkruti……….badhu j adbhoot !
ekad be kshatio ne bad karta….atyant sa-ras !!
Jan 03, 2010 @ 16:58:22
પ્રિય ભાઈ જગત,
પ્રારંભ પ્રોત્સાહિત કરે તેવો છે,સફળતા પ્રાર્થુ છું. આઈ.ટી.નો અનુભવ બ્લોગ વધુ સુંદર બનાવવામાં ઉપયોગી થશે.
અભિનંદન.
Jan 03, 2010 @ 17:05:13
Thank you very much 🙂