અમેરીકા ન આવતો કાના

અમેરીકા ન આવતો કાના – જયકાંત જાની (USA)

અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના
અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના
વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજાના
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી
કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે
અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે
કાના તને કોણ માખણ મિસરી ખવડાવે
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

રાસ લીલાની રમઝટ માટે અહી નહી મળે બ્રીજબાલા
ડીસ્કો દાંડીયા લેવા પડશે તારે ગોવિંદા આલા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

હાઇ-વે પર ગાડી ચલાવવા લેવી પડ્શે પરમીટ્
પોલીસ ક્લીઅરન્સ ગોકુળ થી લાવી આપવી પડશે ક્લીન ચીટ
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

ટ્રાફીક રુલ્સનો ભંગ કરીશતો ભરવા પડ્શે તારે દ્ંડ
ડગલે પગલે તને હડ્ઘુત કરિને તોડશે તારો ઘ્ંમ્ંડ્
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

મોરલી તારી ંમેડેમુકીને શીખવા પડશે રેપ સ્ંગીત
ગોકુળીયા ગીતોને સાવ ભુલીને ગાવા પડશે ઇગ્લીશ ગીત
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

– જયકાંત જાની (USA)

Advertisement

જિંદગી

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ

“ઊર્મિસાગર”

જિંદગીનાંસરવાળામાંઉમેરાયછેતું,
અનેભાગાકારમાંશેષરહીજાયછેતું,
વળીગુણાકારમાંહંમેશાગુણાયછેતું,
તોબાદબાકીમાંશૂન્યબનીજાયછેતું.

* * *

જિંદગીનાંમધ્યાંતરેઆવીનેતમે, એનેકાટ્ખૂણેવાળીદીધી.
નહિંતરસીધીરેખામાંજીવનજીવ્યેજતાંહતાંઅમે!

* * *

ભલેનેથતીહોયઅમારીગણત્રીબુધ્ધિજીવીઓમાં,
હકિકતતોછેકેઉર્મિઓનેવાળતાપણનથીઆવડ્યું

* * *

અધર્મિકહેકેધર્મિતુંમને, તારીમરજી,
ઉર્મિઓનાહિસાબમાંજાણીબુઝીનેભૂલોકરુંછુ.

* * *

“ઊર્મિસાગર”

આ માણસ બરાબર નથી

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

   – હિતેન આનંદપરા

હરિ તમારી કટ્ટી

(હરિ તમારી કટ્ટી…)

હરિ તમારી કટ્ટી !
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી !

લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો,
હું ય જોઉં છું, કેમ કરીને બંસી તમે બજાવો !
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો,
કાશી હો કે કુરૂક્ષેત્રે હો, બધ્ધે પીડે અભાવો,
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી,
હરિ તમારી કટ્ટી !

કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર,
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર ?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર,
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર,
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી,
હરિ તમારી કટ્ટી !

-હિતેન આનંદપરા

માણસ જેવો માણસ

સંદીપ ભાટિયા – માણસ જેવો માણસ

માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.

તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.

ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.

સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.

પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.

         -સંદીપ ભાટિયા

પૈસા વિષે ના ખયાલ

મારા એક પરમ મિત્ર જે સ્વભાવે અને કર્મે ” વાણીયા” છે..એમને…હા…એમને મને આ ફોરવર્ડ કર્યું છે….નવાઈ લાગે છે કે જે વાણીયા થી પૈસા ના છૂટે ઈ પૈસા ના વિષે આવા ખયાલ ધરાવે છે…ખેર આ વિચારો ભલે ઉદ્ધાર ના હોય પણ સારા છે આથી તમારી સાથે વહેચી રહ્યો છું…આ કવિતા ના રચનાકાર ને મારા સલામ !!!! હવે જુવો…
“મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
અઢી કિલો હોય છે.
અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
પૈસા લેતા જરાક ચેક કરશો,
એ કયા ગ્રુપનો છે?
ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
જીમખાના ને દવાખાના,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને તનેય પૂરો કરી જશે..!
બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો આપણને સૂટ નથી થયો.”

હવે આ વિચારો માત્ર બ્લોગ માંય ના રીંગના ના બની રહે અને તમારા  જીવન ને સંતૃપ્ત કરતુ , તર બતર કરતુ “શાક” બને એટલે બસ…
યાદ રાખો માત્ર પૈસા થી જ બધી ચીજો નથી ખરીદી શકાતી…પૈસા થી પણ ઉપર કૈંક છે જે વધારે મહત્વ નું છે….

Where the mind is….

 

Rabindranath Tagore

Where the mind is without fear

and the head is held high;

Where knowledge is free;

Where the world has not been

broken up into fragments by narrow

domestic walls;

Where words come out from

the depth of truth;

Where tireless striving stretches its

arms towards perfection;

Where the clear stream of reason

has not lost its way into the dreary

desert sand of dead habit;

Where the mind is led forward by

thee into ever-widening thought and

action…

Into that heaven of freedom, my

Father, let my country awake.

Rabindranath Tagore

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate