કેવી હાલતમાં છે આજે આ જીદંગી,
ક્યારેક ખુશીઓ તો ક્યારેક દુઃખોથી ભરેલી છે આ જીદંગી.
આજે તો યાદોની ગણતરીએ છે આ જીદંગી,
ક્યારેક મિત્રો તો ક્યારેક દુશ્મનોથી ભરેલી છે આ જીદંગી.
તારા પ્રેમના હવાલે હતી મારી આ જીદંગી,
ક્યારેક તારી આંખોએ તો ક્યારેક તારા સ્મીતે ખીલતી હતીઆ જીદંગી.
આજે તો મા નો વહાલ યાદ કરે છે આ જીદંગી,
ક્યારેક ગરમ-ગરમ રોટલી તો ક્યારેક પુરણપોળી યાદ કરે છે આ જીદંગી.
ગઇ કાલના બાળપણને ઝંખે છે આ જીદંગી,
ક્યારેક લખોટીઓ તો ક્યારેક છાપો ગણતી હતી આ જીદંગી.
એટલે જ મન કહે છે કે હે આંશિક સાચેજ આજે કઈ હાલતે છે આ જીદંગી,
હવે તો ખાલી નોટો તો ક્યારેક સિક્કા ગણે છે આ જીદંગી.
– અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )
Recent Comments