ઈન્ટરનેટ કનેક્શન તો હવે ‘વાયરલેસ’ થઇ ગયા,
પણ અંતરનેટના સંબંધો ‘લાગણીલેસ’ થઇ ગયા એનું શું ?
ટેલીફોન તો હવે ‘કોર્ડલેસ’ થઇ ગયા,
પણ લોકોની વાતો ‘સેન્સલેસ’ થઈ ગઈ એનું શું ?
ઓફીસ ના કામો હવે ‘પેપરલેસ’ થઇ ગયા,
પણ લોકો કામ પ્રત્યે ‘કેરલેસ’ થઇ ગયા એનું શું ?
માણસ હવે ‘લેસરયુગ’ માં તો પહોચી ગયો,
પણ એનું વ્યક્તિત્વ ‘હોપલેસ’થઇ ગયું એનું શું ?
– જગત નિરુપમ
(તા. ૨૧-૧૧-૨૦૦૯,૧૨.૩૦ PM)
( દ્વિતીય પદ્યાંશ )
Recent Comments