પાનું – The Page

નાનો હતો ત્યારે હોડી થયું’તું, એક પાનું.
વરસાદી પાણી માં તરી રહ્યું’તું, એક પાનું.

ડસ્ટર બનીને ક્યારેક બોર્ડને ભૂસ્યું,
તો ડૂચો બની ક્રિકેટ રમ્યું’તું, એક પાનું.

ક્લાસમાં શિક્ષકની ગેરહાજરી જોઈ,
વિમાન બનીને’ય ભમ્યું’તું, એક પાનું.

અચાનક શિક્ષક આવ્યા ને પછી,
ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.

ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.

મારી શાળામાં વિધાર્થીઓ વચ્ચે;
રીઝલ્ટ બનીને લટક્યું’તું, એક પાનું.

એપ્લીકેશન પાનું, અપ્રુવલ પાનું;
કોલેજની માર્કશીટ થઇ ફર્યું’તું, એક પાનું.

પ્રેમપત્ર પાનું, કંકોત્રી પાનું,
કાળોતરી બની ને રડ્યુ’તું, એક પાનું.

જે આખી જીંદગી બનાવી દે કોઈની,
એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.

– સાક્ષર

તા.ક. – SAVE TREES. GO PAPERLESS. GO GREEN.

પણ પહેલા એક માણસ છું.

સોફ્ટવર ને ડેવલપ કરતો એન્જીનીયર છું,પણ પહેલા એક માણસ છું.
મેનેજમેન્ટ ના પાઠ ગણતો મેનેજર છું,પણ પહેલા એક માણસ છું.

મારી ભાષા ને દિલ થી ચાહતો ચાહક છું,પણ પહેલા એક માણસ છું.
સંગીત ના સ્વરો ની સાધના કરતો સાધક છું,પણ પહેલા એક માણસ છું.

વિષય ના હાર્દ સુધી પહોચતો વિચારક છું,પણ પહેલા એક માણસ છું.
કલાનો ખરો પૂજારી એવો કલાકાર છું,પણ પહેલા એક માણસ છું.

માણસની વ્યાખ્યા તો આ માણસે જ બદલી નાખી,
પણ ‘જગત’ ને નિસ્વાર્થ પ્રેમ કરતો ખરો માણસ છું.

– જગત નિરુપમ
(તા. ૨૦-૧૧-૨૦૦૯,૧૨.૩૦ AM)
(પ્રથમ પદ્યાંશ )

વખત ક્યાં છે?

અંકિત ત્રિવેદી – વખત ક્યાં છે?

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોય -,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે -,
મને પાછી જરૂરત એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટયા પછી થાશે,
અરે!સંબંધ છે આ તો શરત ક્યાં છે?

-અંકિત ત્રિવેદી

નથી ગમતું મને

ખલીલ ધનતેજવી – નથી ગમતું મને

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને.

– ખલીલ ધનતેજવી

સ્વાગત

પ્રથમ બ્લોગ – પોસ્ટ  :-
મારા વિચારો અથવા તો અન્ય ના મને ગમેલા
વિચારો ના વિશાળ વેબ-સાગર “વિચાર જગત ” માં આપનું હાર્દિક
સ્વાગત છે.. આપના પ્રતિભાવો ની અપેક્ષા રાખું છું.
– જગત નિરુપમ

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate